ક્રાઈમ@સુરત: 4 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યું, જાણો વધુ વિગતે
પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો
Updated: Jan 20, 2025, 13:08 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવારદુષ્કર્મની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી.
ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો. બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
થોડા સમય બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.