ક્રાઈમ@સુરત: ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી અને યુવતી પર દુષ્કર્મ આચર્યું
પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી.
Feb 13, 2025, 15:29 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં લૂંટફાટ અને દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરતના પુણા વિસ્તારમાં એક રેપ વીથ રોબરીની ઘટના બની હોવાથી ચકચાર મચી જવા પામી છે. 2 અજાણ્યા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી ત્યારબાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા અને તપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં 2 શંકાસ્પદ કેદ થઈ ગયા છે જેના આધારે તપાસ હાથ ધરાઈ છે.