ક્રાઈમ@સુરત: વિધર્મીએ રૂપિયાની લાલચે ખરાબ વીડિયોની ઓફર 6થી 7 યુવતીઓને કરી

 50 હજારની લાલચ આપી હતી
 
ક્રાઈમ@સુરત: વિધર્મીએ રૂપિયાની લાલચે ખરાબ વીડિયોની ઓફર 6થી 7 યુવતીઓને કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યુવતીઓને ફસાવતા વિધર્મીનો પર્દાફાશ થયો છે. અડાજણ પોલીસની તપાસમાં રેહાન શેખ નામના વિધર્મીએ જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિધર્મી રેહાન હિંદુ યુવતીઓને મોડેલિંગની ઓફર આપતો અને મોડેલિંગ માટે 50 હજારથી 1 લાખ રૂપિયાની લાલચે ફસાવતો હતો.

વિધર્મીની આવી જ એક ઓફરમાં શંકા જતા યુવતીએ પોલીસને જાણ કરી અને ષડયંત્રનો પર્દાફાશ થયો. વિધર્મીએ યુવતીને નગ્ન વીડિયોના બદલામાં 50 હજારની લાલચ આપી હતી.ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસ એલર્ટ થઇ અને આરોપીની ઉલટ તપાસ શરૂ કરી.

તપાસમાં ખુલાસો થયો કે વિધર્મીએ રૂપિયાની લાલચે નગ્ન વીડિયોની ઓફર 6થી 7 યુવતીઓને કરી હતી. હવે પોલીસ એ તપાસમાં જોતરાઇ છે કે અત્યાર સુધી વિધર્મીએ કેટલી યુવતીઓને શિકાર બનાવી છે અને આ ઓફર માટે તેને કોણ કોણ આર્થિક સહાય કરતું હતું.

થોડા દિવસ અગાઉ જ ક્રાઇમ બ્રાંચે હિંદુ નામ ધારણ કરીને યુવતીઓને ફસાવતા વિધર્મીની ધરપકડ કરી હતી. કરણ નામ ધારણ કરીને રિઝવાન નામના વિધર્મીએ હિંદુ સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ ઘટનામાં હિંદુ યુવતીઓને ફસાવવાના બદલામાં રૂપિયા મળતા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો હતો. ત્યારે વધુ એક આવી જ ઘટના બનતા પોલીસ તપાસમાં વધુ નવા ખુલાસા થવાની શક્યતા છે.