ક્રાઈમ@સુરત: સગીરા પર સાવકા પિતાએ બળત્કાર ગુજાર્યો, જાણો વધુ વિગતે

ગુનો નોંધી ધરપકડ કરી છે.
 
ક્રાઇમ@જુનાગઢ: 12 વર્ષની સગીરા પર નરાધમે આચર્યુ દુષ્કર્મ, આરોપીની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારના બનાવો સામે આવતા હોય છે. કાપોદ્રામાં ભાડેના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ બળત્કાર ગુજાર્યો હતો. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી. કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણીને વાત કરી હતી. સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકો પિતા રૂમમાં આવી રેપ કરતો હતો આવી ગંદી હરકતો છેલ્લા 3-4 વર્ષથી સાવકો પિતા કરતો હતો.

બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઇલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કર દેજો, પછી ઈન્ટરનેટ ચાલુ કરી મોબાઇલ રૂમમાં ગોઠવી દઈ એપ્લીકેશન ચાલુ કરી દેજો, જેથી હું મારા મોબાઇલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ. રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા. જેથી બહેનપણીના પતિએ મોબાઇલમાં સ્કીનશોર્ટ પાડી લીધો હતો. પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા હતા. જેમાં આખો મામલો સામે આવ્યો છે.


કતારગામમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી 22 વર્ષના યુવકે અપહરણ કરી બળાત્કાર કર્યો છે. યુવક સગીરાનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયો હતો. ઉપરથી યુવકે સગીરાના પાડેલા ફોટો સોશ્યિલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. હાલમાં કતારગામ પોલીસે ગુનો નોંધી 22 વર્ષીય યશ દુલર્ભ ટાંકની સામે રેપ અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી અમરોલીમાં રહે છે.