ક્રાઇમ@સુરત: ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 21.69 લાખનો દારૂ પકડ્યો, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત ગ્રામ્યના અનાવલ પોલીસ સ્ટેશન હદમાં કાર્યવાહી કરી. કુમકોતર ગામે દરોડો પાડી લાખોનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો.
પોલીસ ઈન્સ્પેક્ટર એ.વાય.બલોચની ટીમે ભાવેશ અશોકભાઈ ધોળીયા પટેલના મકાનમાં રેડ કરી. ત્યાંથી 76 પેટી (3070 બોટલ) ભારતીય દારૂ-બીયર મળી, જેની કિંમત 8,84,928 રૂપિયા છે.
2 વાહન અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 21,69,928 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ ગુનો નોંધાયો.
પોલીસે ભાવેશ અશોકભાઈ ધોળીયા પટેલ, રૂપેશ રાજુભાઈ કોરઘા, જય રાહુલભાઈ ધોળીયા પટેલ, જય દલપતભાઈ ધોળીયા પટેલ અને હિરેન નરેશભાઈ ધોળીયા પટેલ એમ 5 આરોપી પકડ્યા છે.
વિકાસ ઉર્ફ વિકાસ ભૈયો યાદવ, સન્ની રાજેશ ગુપ્તા, હેમીલ કમીલ અને 2 ડ્રાઈવર સહિત 5 વોન્ટેડ છે. તેમની શોધખોળ ચાલુ છે.

