ક્રાઈમ@સુરત: સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી, જાણો વધુ વિગતે

પત્નીએ હવસખોર પતિને પોલીસ હવાલે કર્યો
 
ક્રાઈમ@સુરત: સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બળત્કારના ગુનાઓ  ખુબજ વધી ગયા છે. હાલના સમયમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી. સુરતમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. જ્યાં સગા બાપે પોતાની બાળકીને હવસનો શિકાર બાનાવી છે.  સુરતના વરાછા વિસ્તારમાં 32 વર્ષીય સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની હિચકારી ઘટના પ્રકાશમાં આવી હતી. હવસખોરે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય આચર્યું હતું. આ અંગે જાણ થતાં હવસખોર પતિને પત્નીએ માર માર્યો હતો, જેથી તેના ચહેરા સાથે હોઠ પણ સોજી ગયા હતા. હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તરુણીની તબિયત લથડી હતી. માતાએ કારણ પૂછતાં તેણે ગુપ્ત ભાગે થયેલી ઇજા બતાવી હતી. તેનું કારણ હતું સાવકા પિતાએ રાત્રે ગુજારવામાં આવેલો પાશવી બળાત્કાર. તરુણીએ જણાવ્યું હતુ કે મધરાત્રે બે વાગ્યે છત ઉપર સૂતેલા તેના પિતા નીચેના રૂમમાં આવ્યા હતા અને તેને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. બાજુમાં જ નાની બહેન અને બે સાવકા ભાઈઓ સૂતા હોવા છતાં પણ અવાજ કે પ્રતિકાર કરવાની હિંમત કરી શકી ન હતી. હવસખોર પિતાએ સવાર સુધી તેની સાથે વિકૃત વાસનાનો ખેલ ખેલ્યો હતો. ચારથી પાંચ વખત બળાત્કાર કરવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરી વિકૃતિની હદ વટાવી હતી. માતા આ વાતથી વીફરી હતી અને હવસખોર બનેલા પતિને વરાછા પોલીસ મથકે લઇ આવી હતી. તેની વિરુદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


બિહારની વતની યુવતીનો પ્રથમ પતિ બે પુત્રીને જન્મ આપ્યા બાદ અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો. બે પુત્રીને લઇ યુવતી સુરતમાં ભાઈને ત્યાં રહેતી હતી. 10 વર્ષ પહેલાં આ યુવતીએ એક યુવક સાથે લગ્ન કર્યા હતા. તેના થકી સાત અને ચાર વર્ષના બે પુત્ર પણ થયાં હતાં. ગતરાત્રે દંપતી છત ઉપર સૂતું હતું, પરંતુ પતિ તેને ઊંઘતી છોડી નીચે આવી સાવકી પુત્રીને ચૂંથી રહ્યાનું જાણી વીફરી હતી. આ હવસખોરને પત્નીએ માર મારી ચહેરો લોહીલુહાણ કરી નાખ્યો હતો. એને પગલે હવસખોરના હોઠ સહિતનું મોઢું સોજી ગયું હતું.