ક્રાઈમ@સુરત: નણદોઇ અને તેના સાગરિત મહારાજે વિધિના બહાને યુવતી પર રેપ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મનાં ગુનાઓ સામે આવતા હોય છે. ડિંડોલીમાં રહેતી 21 વર્ષીય ત્યકતાને તેને પતિ અને બાળકો સાથે પુર્નમિલન કરાવી ઘરસંસાર કરાવી આપવાની વાત કરનાર નણદોઇ અને તેના સાગરિત મહારાજે વિધિના બહાને વારાફરતી રેપ કર્યો હતો.
જેનો મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ત્યકતાની ફરિયાદના પગલે પોલીસે નણદોઇ પ્રવિણ મોહિત કોળી સામે ગુનો નોંધ્યો છે. બંનેને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ મહારાષ્ટ્ર રવાના થઇ છે.
15 દિવસ પૂર્વે નણદોઈ પ્રવિણે ત્યક્તાને કોલ કરી કહ્યું કે‘ પોતે એક મહારાજને ઓળખે છે તે વિધિ કરાવી તારા પતિ અને સંતાનો સાથે પુર્નમિલન કરાવી ઘરસંસાર કરાવી આપશે’, 12મી ઓગસ્ટની સાંજે નણદોઇ પ્રવિણ મોહિત કોળી નામના શખ્સ સાથે ત્યક્તાના ઘરે આવ્યો હતો. ર
રાત્રે જમ્યા પછી પ્રવિણે મહિલાને ‘તારા પતિ સાથે ઘરસંસાર ફરી કરાવી આપીશ’કહી મોહિતની હાજરીમાં કપડા ઉતારવા કહ્યું હતું. ત્યક્તાએ ના પાડતા તેને મારી નાખવાની ધમકી આપી દંડાથી માર માર્યો હતો. ત્યાર બાદ પ્રવિણે ત્યક્તા પર રેપ કર્યો હતો. ત્યાર બાદ મોહિતે પણ ત્યક્તા રેપ કર્યો હતો.
બાદમાં બંનેે આરોપીઓએ ત્યકતાને પોલીસમાં ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યક્તાએ બદનામીના ડરે કોઇને કહ્યું ન હતું. જો કે બંનેએ રેપ કર્યા સમયનો મોબાઇલમાં વીડિયો બનાવી બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના કારણે ત્યક્તાએ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી છે.