ક્રાઈમ@થરાદ: 15 વર્ષની સગીરા પર આરોપીએ દુષ્કર્મની આચર્યું

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે.લાખણી તાલુકાના અસાસણ ગામમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. તા. 29 માર્ચ 2026ની મધરાત્રીના સમયે આરોપી વિનોદ જેન્તિભાઇ ઠાકોરે સગીરાનું અપહરણ કરી તેને નજીકના ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી સગીરાને અસાસણ ગામમાં તેની માસીના ઘરે મૂકી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ સગીરાના માતા-પિતાએ તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે.