ક્રાઈમ@વડોદરા: સગીરા સાથે વિધર્મીએ 2 વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું

તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે.
 
ક્રાઈમ@વડોદરા: સગીરા સાથે વિધર્મીએ 2 વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વધુ એક સગીરા વિધર્મીના હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને વિધર્મી બે વખત તેના મિત્રના ઘરે લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી વાઝીદશા ઈદ્રીશશા દિવાન ની ધરપકડ કરી લીધી છે. આરોપી વાજીદશા દિવાન સગીરાને ગત મહિને બે વખત મિત્રના ઘરે લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

સગીરા માંજલપુર વિસ્તારમાં ગરબા રમવા જાય છે. ત્યાં પણ આરોપી વાઝીદશા દિવાન પહોંચી જતો હતો. તેમજ સગીરાને સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પોલીસે આરોપી અને પીડિતાના મેડિકલની પણ કાર્યવાહી શરૂ કરી છે.

એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરીનો એક યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે અલગ અલગ જગ્યાએ મુલાકાત થઈ હતી. આરોપીએ મારી દીકરી સાથે એના મિત્રના ઘરે લઈ ગયો હતો અને એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ગેંગરેપની ઘટનાની શાહી હજી સૂકાઈ નથી, ત્યારે ફરી એકવાર વડોદરામાં દુષ્કર્મની ઘટના બની છે. જેમાં 18 વર્ષના વિધર્મીએ 17 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી છેલ્લા ચાર મહિનાથી મિત્રતા કરીને દુષ્કર્મ આચર્યું છે.