ક્રાઈમ@વાંકાનેર: જમીન પચાવી પાડનાર આરોપી પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

 અંગત લાભ માટે કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખતા
 
ક્રાઈમ@વાંકાનેર: જમીન પચાવી પાડનાર આરોપી પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

તીથવા ગામના સર્વે નંબરની જમીન પચાવી પાડવાના આશયથી એક ઇસમેં ખેતીવિષયક કબજો કરી પોતાના અંગત લાભ માટે કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખતા મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણીએ પોલીસ મથકમાં આરોપી જલાલ નુર મામદ માથકીયા રહે તીથવા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિને અરજદાર ગોરધનભાઈ વાઘેલા તરફથી અરજી મળી હતી જેમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામના સ.નં.

૧૭૯ પૈ. ૧ ની જમીન હે. ૨-૨૭-૬૩ ચો.મી. જમીનમાં જલાલ નુરમામદ માથકીયા, મુમતાજ નજરૂદિન ભાલારા, રહીમ આહમદ ભાલારા અને મહેન્દ્રભાઈ ધરમશીભાઈ ખોરજા રહે બધા તીથવા તા. વાંકાનેર વાળાએ જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યાની રજૂઆત અન્વયે તપાસ કરવામાં આવી હતી

જેમાં તીથવા ગામના સરકારી ખરાબાની જમીનમાં પ્રતિવાદી જલાલ નુરમામદ માથકીયા, મુમતાજ નજરૂદિન ભાલારા, રહીમ આહમદ ભાલારા અને મહેન્દ્ર ધરમશી ખોરજાએ ખેતી વિષયક દબાણ કરેલ હોય જે બાબતે કોર્ટમાં કલમ ૬૧ તળે પ્રતિવાદીઓ વિરુદ્ધ કેસ ચાલેલ અને દબાણ સાબિત થતા જગ્યાનો કબજો છોડી આપવા અને દંડ ભરવા હુકમ કરેલ જેમાં પ્રતિવાદી મુમતાજ ભાલારા, મહેન્દ્ર ધરમશી ખોરજાએ સરકારી માપણી મુજબ દબાણ ખુલ્લું કરી આપેલ અને કબજો છોડ્યો હતો તેમજ રહીમ આહમદ ભાલારાએ વાદી ગોરધનભાઈ વાઘેલાની માલિકીની જમીનમાં કરેલ દબાણ પણ ખુલ્લું કરી આપ્યું હતું

આમ સ્થળ તપાસ કરતા પ્રતિવાદી જલાલ નુર મામદ માથકીયાએ દબાણ સાબિત થતા ખુલ્લું કરવા હુકમ થયા છતાં દબાણ હટાવ્યું ના હતું અને લેન્ડ ગ્રેબિંગ મુજબ અરજી થતા તપાસ કરતા જમીન પર કબજો થયાનું ખુલ્યું હતું જેથી આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી જલાલ નુરમામદ માથકીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.