ગુનો@અમદાવાદ: ઘરમાં કામ કરતો નોકર 11 લાખના દાગીનાની ચોરી ફરાર

સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત 11 લાખના દાગીનાની ચોરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના રાજપથ ક્લબની સામે આવેલી સોસાયટીના એક મકાનમાં લાખોના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. ઘરમાં 15 દિવસથી કામ કરતા નોકરે જ 11 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

બોડકદેવમાં રહેતા કાજલબેન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રાજપથ ક્લબની સામે આવેલી રંગીન પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ એક સામાજિક પ્રસંગમાં ગોંડલ ગયા હતા. જે બાદ પરત આવીને દાગીના બેડરૂમમાં લાકડાના કબાટમાં મૂક્યા હતા. 24 ફેબ્રુઆરીએ કાજલબેન જ્યારે દાગીના લેવા ગયા ત્યારે કબાટમાંથી દાગીના ગાયબ હતા.

સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત કુલ 11 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીના 15 દિવસથી તેમના ઘરે કામ કરતા લીલારામે ચોરી કર્યા હોવાની જાણ થતા કાજલબેન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.