ક્રાઈમ@નિકોલ: 16 વર્ષની સગીરા ઉપર બે શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું

આરોપી ગૌરવ શર્માની ધરપકડ કરી
 
ક્રાઈમ@નિકોલ: 16 વર્ષની સગીરા ઉપર બે શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નિકોલમાં સગીરા ધો.11માં અભ્યાસ કરે છે. ગત મે મહિનામાં ગૌરવ શર્મા નામના શખ્સે સગીરાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર રિકવેસ્ટ મોકલી હતી. સગીરાએ રિકવેસ્ટ સ્વીકારી હતી. સગીરા અને ગૌરવ વચ્ચે મિત્રતા થઇ હતી. એક દિવસ ગૌરવે સગીરાને મળવા બોલાવતા બંને વાતોચીત કરીને છૂટા પડ્યા હતા. બાદમાં ગત 6 મેએ ગૌરવે સગીરાને મળવા બોલાવી બાદમાં બાઇક પર બેસાડી નિકોલમાં આવેલી હોટલમાં લઇ ગયો હતો ત્યાં ગૌરવે દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં સગીરાએ તેની સાથે વાતચીત કરવાની ના પાડતા ગૌરવે અંગત પળોના વીડિયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી બ્લેકમેલ કરીને સગીરાને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ગૌરવે સગીરાને બ્લેકમેલ કરીને તેના મિત્ર આદર્શ સાથે હોટલમાં મોકલતા આદર્શે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને શખ્સોએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. બંને શખ્સોએ સગીરાને બ્લેકમેલ કરીને કુલ રૂ. 3 લાખ પડાવી લીધા હતા. સગીરા ગૂમસૂમ રહેતા માતા-પિતાએ પૂછતા સગીરાએ હકીકત જણાવી હતી. આ અંગે નિકોલ પોલીસે બંને શખ્સો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.