ગુનો@અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મીને ફાયરિંગથી લૂંટવામાં દિલ્હીના લુંટારા હોવાનો ઘટસ્ફોટ, ત્રિપુટી ઝડપાઇ

દિલ્હીની આ ગેંગ ફરીથી લૂંટ કરવા માટે અમદાવાદ આવી હતી ત્યારે પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે
 
ગુનો@અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મીને ફાયરિંગથી લૂંટવામાં દિલ્હીના લુંટારા હોવાનો ઘટસ્ફોટ, ત્રિપુટી ઝડપાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં કેટલીય લુંટની ઘટનાઓ બનતી હોય છે.લુંટારો પૈસા લઈને પણ જુઠું બોલતા હોય છે.તમે જો કઈને પૈસા આપ્યા હોય તો પણ એ વ્યક્તિ થોડા સમય પછી એમજ કેસે કે તમે એને પૈસા અપ્યાજ નથી.લોકોને સાવધાન રહેવાની જરૂર છે.આવા લુંટારો પર ક્યારેય વિશ્વાસ ના કરવો ,સારી વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ.એક લુટારાની ઘટના  સામે આવી છે જે અમદાવાદ શહેરની છે.અમદાવાદમાં આંતરે દિવસે આંગડિયા પેઢીના કમર્ચારીઓ, જ્વેલર્સ અને વેપારીઓ લૂંટાઇ રહ્યા છે ત્યારે જ 25 દિવસ પહેલા બાપુનગરની આંગડિયા પેઢીના કર્મચારી સામે ફાયરિંગ કરી 46.51 લાખ લૂંટી જનાર ગેંગના ત્રણ સભ્યોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. દિલ્હીની આ ગેંગ ફરીથી લૂંટ કરવા માટે અમદાવાદ આવી હતી ત્યારે પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે.તેમની પાસેથી પોલીસે 6.81 લાખ કબજે લીધા છે. આ લૂંટારુ ગેંગ દ્વારા ઇમ્પોર્ટેડ હથિયાર લેવા માટે ~ 20 લાખ આપવામાં આવ્યા હોવાનું જાણી શકાયું છે. હજુ તેમની ગેંગના સાગરીતોની તલાશ ચાલુ છે.

બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતેની વિષ્ણુ કાન્તિ આંગડિયા પેઢીમાં લગભગ બે દાયકાથી કામ કરતા મહેન્દ્રભાઇ પ્રજાપતિ( રહે. બાપુનગર) રથયાત્રા બાદ 22મી જૂનના રોજ રાત્રે આડા આઠેક વાગ્યાના સુમારે પેઢીમાંથી રૂપિયા 46.51 લાખ લઇને ઘરેથી નીકળ્યા હતા. તેઓ પાર્કિંગમાંથી બાઇક લઇને નીકળ્યા ત્યારે બાઇક પર આવેલા લૂંટારુઓએ તેમના લમણે રિવોલ્વર મૂકીને થેલો પડાવી લીધો હતો. તેમણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા હવામાં ફાયરિંગ કરીને લૂંટારુંઓ ધૂમ સ્ટાઇલમાં ~ 45.51 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે શહેર પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમો પણ કામે લાગી ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. જેમાં ગુનેગારોની ઓળખ થઇ રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, આ લૂંટારુ ગેંગના સાગરિતો ફરીથી લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા છે અને તેઓ એક્સપ્રેસ હાઇવે નજીક ફરી રહ્યા છે. પોલીસે તરત જ રાહુલ ઉર્ફે નકટો સંદિપ ઉર્ફે રાકેશ ગુપ્તા( ઉ.વ. 35,રહે રામા વિહાર, પોસ્ટ કેરલા, અમન વિહાર-દિલ્હી), ગૌરવ રાજેખભાઇ હુડ્ડા( ઉ.વ. 21, રહે. વિજય વિહાર ન્યુ દિલ્હી) તથા સુનિલ ઉર્ફે બાલી મહેન્દ્રસિંહ સિંઘ(ઉ.વ 35 રહે. વિજય વિહાર રોહીણી દિલ્હી)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે 6.81 લાખ રૂપિયા કબજે લીધા હતા. પૂછપરછમાં તેમણે એવી કબૂલાત કરી હતી કે, લૂંટમાં તેમના વધુ બે સાગરીતો પણ સંડોવાયેલા છે. તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે. આ લૂંટના રૂપિયામાંથી તેમણે હથિયાર લેવા માટે 20 લાખ રૂપિયા આપ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો હોવાનું અને તેમની વિરુદ્ધ સંખ્યાબંધ ફરિયાદો થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે.લૂંટારુઓની મોડેસ ઓપરેન્ટડી આંગડિયા પેઢી તેમજ તેમના કર્મીઓને લૂંટ કરતી ટોળકી દિલ્હીથી આવે છે. આ ટોળકીના બે સાગરીતો દિલ્હીથી અમદાવાદ તેમજ ગુજરાતના અલગ અલગ આંગડિયા પેઢીમાં પહેલા તેમના સાગરિતના નામે આંગડિયું કરાવે. તે આંગડિયું ટોળકીના અન્ય ત્રણ સાગરીતો લેવા માટે પેઢી પર જાય ત્યારે ત્યાં કેટલા માણસો નોકરી કરે છે અને કેટલી ઉંમરના છે તેની વિગતો મેળવી લે. બાદમાં આરોપીઓ પેમેન્ટ મેળવ્યા બાદ આંગડિયા પેઢીની આસપાસ ઊભા રહીને સાંજે કર્મીઓ પેમેન્ટ કંઇ રીતે લઇ જાય છે તેની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા.