બનાવ@ગુજરાત: અંબુજા સિમેન્ટના શિપના થર્ડ એન્જિનિયરનો દરિયામાંથી મૃતદેહ મળ્યો

મૃતદેહ દરિયાના પાણીમાંથી મળી આવ્યો હતો.
 
બનાવ@ગુજરાત: અંબુજા સિમેન્ટના શિપના થર્ડ એન્જિનિયરનો દરિયામાંથી મૃતદેહ મળ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  અંબુજા સિમેન્ટના શિપના થર્ડ એન્જિનિયરનો દરિયા વચ્ચે મૃતદેહ મળ્યો છે. 38 વર્ષીય મૃતક પંકજ કરનૈલસિંહ જયસ્વાલ ફરજ પર હાજર ન થતાં શોધખોળ હાથ ધરાઇ હતી. શીપ જખૌ ખાતેથી 11 તારીખે ઉપડ્યું હતું અને 13 તારીખે મૃતક પંકજ જયસ્વાલને ફરજ પર હાજર થવાનું હતું પરંતુ પંકજ હાજર ન થતાં કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 14 તારીખે પંકજનો મૃતદેહ દરિયાના પાણીમાંથી મળી આવ્યો હતો. દરિયામાં રહેલી શિપને સુરત નજીક થતું હોવાથી ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. હવે મૃતદેહને કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર લઈ જવામાં આવે તેવી શક્યતા છે.

મૃતદેહને દોરડાંથી બાંધીને શિપમાં લાવવામાં આવ્યો

પંકજ ફરજ પર હાજર ન થતાં શોધખોળ કરી
મળતી માહિતી અનુસાર મૂળ હિમાચલ પ્રદેશના 38 વર્ષીય પંકજ કરનૈલસિંહ જયસ્વાલ અંબુજા સિમેન્ટની શિપમાં સ્થળ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. અંબુજા સિમેન્ટનો શિપ જખૌ ખાતેથી 11 તારીખે ઉપડ્યું હતું. 13 તારીખના રોજ પંકજને હાજર થવાનું હતું. જોકે પંકજ ફરજ પર હાજર ન થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પંકજની શોધખોળ કરવા માટે કોસ્ટગાર્ડ અને અન્ય શિપની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં 14 માર્ચના રોજ બપોરના સમયે પંકજનો મૃતદેહ દરિયાના પાણીમાંથી મળી આવ્યો હતો.

મૃતદેહને સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો

દરિયામાંથી મૃતદેહ મળતાં પોસ્ટમોર્ટમ માટે સુરત લાવ્યા
પકંજનો મૃતદેહ મળતાં અંબુજા સિમેન્ટની શિપમાં ખસેડવામાં આવ્યો હતો અને સુરત નજીક હોવાથી તેને મગદલ્લા ખાતે પર લઈ આવવામાં આવ્યો હતો. ત્યારબાદ ડુમસ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો સાથી કર્મચારીઓ સહિતનાના નિવેદનો લઈને ડુમસ પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ પોરબંદર લઈ જવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. જાણવા મળ્યું છે કે હિમાચલ પ્રદેશના વતની એવા પંકજનો પરિવાર ત્યાં જ રહે છે. ગુજરાતમાં તેના કોઈ સંબંધી રહેતા નથી.

આ રહસ્યમયી ઘટનામાં અનેક સવાલો સામે આવી રહ્યા છે, જેના જવાબ પોલીસ અને કોસ્ટગાર્ડની તપાસમાં બહાર આવશે.