બનાવ@રાજકોટ: યુવકનું હાર્ટ એટેકથી મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

ઓફિસમાં માળી તરીકે નોકરી કરતા
 
આરોગ્યઃ  આ ઘરેલુ ઉપચારથી હાર્ટએટેક કેે લકવો નહી થાય, અજમાવી જુુુુઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાર્ટએટેકની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકના કારણે લોકોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. 

સેન્ટ્રલ એકસાઈઝ ઓફિસમાં માળી તરીકે નોકરી કરતા અને કાલાવડ રોડ પર રહેતા 58 વર્ષિય વસંતભાઈ ચાવડાને આવેલ હાર્ટએટેક જીવલેણ નીકળતા તેમનું મોત નીપજયું હતું. બનાવથી પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે કસ્ટમ કોલોનીમાં રહેતા વસંતભાઈ મેઘજીભાઈ ચાવડા (ઉ.58) ગઈકાલે રાત્રે પોતાના ઘરે સૂતા બાદ આજે બપોર સુધી તેઓ રૂમની બહાર ન નીકળતા સવારના 11.30 કલાકે તેમના પરિવારજનોએ રૂમમાં તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં પડયા હતા.

જેઓને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. પીએમના પ્રાથમીક રિપોર્ટમાં પ્રૌઢનું મોત હાર્ટએટેકથી થયાનું ખુલ્યું હતું. વધુમાં મૃતક સેન્ટ્રલ કસ્ટમ એકસાઈઝ ઓફિસમાં માળી તરીકે નોકરી કરતા હતા અને તેઓ એક ભાઈ એક બહેનમાં નાના હતા તેમજ સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.