નિર્ણય@અમદાવાદ: કોર્પોરેશને વાહન ટેક્ષને ઓનલાઈન જ ભરવાનો નિર્ણય કર્યો,જાણો વધુ વિગતે
મહાનગર પાલીકા દ્વારા મોટો નિર્ણય
Oct 23, 2023, 18:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તહેવાર પહેલા જ અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ કોર્પોરેશને વાહન ટેક્ષને ઓનલાઈન જ ભરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવેથી કોર્પોરેશનનો ટેક્સ વાહનચાલકોએ સિવિક સેન્ટરમાં ભરવાના ધક્કા ખાવાને બદલે ઓનલાઈન જ ભરી દેવાનો રહેશે. એટલે હવે મનપા કચેરીના ધક્કાઓથી મોટી રાહત સર્જવામાં આવી છે.
આ પહેલા પ્રોપર્ટી અને કોમર્શીયલ ટેક્સને સંપૂર્ણ પણે ઓનલાઈન કર્યા બાદ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈ ભરવા માટેનો નિર્ણય કર્યો છે. પહેલા સિવિક સેન્ટર પર ટેક્સને સ્વિકારવામાં આવતો હતો. જેને લઈ વાહન માલિકોને મોટી અગવડતા ધક્કા ખાવાની રહેતી હતી. જેના બદલે હવે ઓનલાઈન સગવડ કરવાને લઈ મોટી રાહત સર્જાશે. આ ટેક્સ વાહન ડિલરો જ ઓનલાઈન પ્રક્રિયા વડે ભરી દેશે.