નિર્ણય@બનાસકાંઠા: નાઈટ સફારી માટે સરકારનો મોટો નિર્ણય: 140 પરિવારને મળશે પોતાનું ઘર

180 અરજીમાંથી 140 મંજૂર, બાકીની ચકાસણી ચાલુ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બનાસકાંઠા જિલ્લાના જુનાડીસામાં ₹542 કરોડના નાઈટ સફારી પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો માટે સરકારે મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે.પ્રોજેક્ટના માર્ગમાં નડતરરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના કારણે અસરગ્રસ્ત થયેલા કુલ 214 પરિવારોને કાયમી આશ્રય મળી રહે તે માટે સરકારે 8 હેક્ટર જમીન પર નવું ગામતળ બનાવવાની મંજૂરી આપી છે.

આ માટે વહીવટી તંત્રને કુલ 180 અરજીઓ મળી હતી. ચકાસણી બાદ તેમાંથી *140 પરિવારોની અરજી મંજૂર* કરી દેવામાં આવી છે. આ તમામ પરિવારોને નવા ગામતળમાં મફત પ્લોટ ફાળવવામાં આવશે.

બાકી રહેલી અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ પાત્રતા ધરાવતા અન્ય પરિવારોને પણ લાભ મળશે તેમ તંત્રએ જણાવ્યું છે.

સરકારના આ નિર્ણયથી એક તરફ નાઈટ સફારી જેવા મોટા વિકાસ પ્રોજેક્ટને વેગ મળશે, તો બીજી તરફ અસરગ્રસ્ત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું કાયમી ઘરનું સ્વપ્ન સાકાર થશે.