નિર્ણય@ગાંધીનગર: ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા વધુ પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો
સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના
Oct 20, 2023, 18:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી છોડવામાં આવશે. 15 માર્ચ 2024 સુધી પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાનમાં લઈને પાણી છોડવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે 4 હજાર 565 MCFT અને સિંચાઈ માટે 26 હજાર 136 MCFT મળીને કુલ 30 હજાર 801 MCFT પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.