નિર્ણય@ગુજરાત: ટુ-વ્હીલરથી ટ્રક સુધી જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ, ગુજરાતમાં હવે ‘જાતિનું પ્રદર્શન’ નહીં ચાલે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર: ગુજરાતમાં હવે કોઈપણ ખાનગી વાહન પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો કે લખાણ લખી શકાશે નહીં. રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે.
નવા નિયમ મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ કે ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમ 125માં હવે ‘No advertising device, figure’ ની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરાયા છે. જ્યારે નિયમ 138માં નવો પેટા નિયમ (3) ઉમેરવામાં આવ્યો છે, જેમાં સરકારની ખાસ મંજૂરી સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાતિ દર્શાવતું ચિહ્ન કે લખાણ મૂકી શકાશે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ છે.
સરકારનું કહેવું છે કે, વાહનો પર જાતિગત ઓળખનું પ્રદર્શન અટકાવવા અને સમાજમાં સમાનતા જાળવવા આ પગલું ભરવા લેવામાં આવ્યું છે.

