નિર્ણય@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખરે કર્મચારી-અધિકારીઓ માટે કર્યો હિતલક્ષી નિર્ણય

કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
 
ભુપેન્દ્ર પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તથા અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.