નિર્ણય@ગુજરાત: આ રૂટ પર દોડતી 8 ટ્રેનો લગભગ એક મહિના માટે રદ, જાણી લો ટાઈમ ટેબલ

મકરપુરા યાર્ડના રિમોડલિંગના કામને કારણે 24 જૂન સુધી મકરપુરા સ્ટેશન પર આઠ પેસેન્જર ટ્રેનો ઉભી રહેશે નહીં.
 
કોરોનાઃ 1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પર 26 મે 2023 થી 24 જૂન 2023 (કુલ 30 દિવસ માટે) યાર્ડ રિમોડલિંગના કામને કારણે, મકરપુરા સ્ટેશન પર નીચેની 8 ટ્રેનોના સ્ટોપેજ 24 જૂન 2023 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવશે.

રદ ટ્રેનોની યાદી નીચે મુજબ છે

24 મે 2023થી 30 દિવસ પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ :

1. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ 24.05.23 થી 22.06.23 સુધી

2. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ 25.05.23 થી 23.06.23 સુધી

3. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ 24.05.23 થી 22.06.23 સુધી

4. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ 24.05.23 થી 22.06.23 સુધી

5. ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ

24.05.23 થી 22.06.23 સુધી
1. ટ્રેન નંબર 09156 વડોદરા - સુરત મેમુ
2. 09080 વડોદરા - ભરૂચ મેમુ
3. 09162 વડોદરા - વલસાડ સ્પેશિયલ
4. 09300 આનંદ - ભરૂચ મેમુ

ડાઉન ટ્રેનો

1. 09299 ભરૂચ - આનંદ મેમુ
2. 09161 વલસાડ - વડોદરા સ્પેશિયલ
3. 09079 સુરત - વડોદરા મેમુ
4. 09155 સુરત - વડોદરા મેમુ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

(24.05.23 થી 22.06.23 સુધી ટ્રેનો આંશિક રીતે રદ)

1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ બદલાયેલા સમય સાથે 17.30 કલાકે વટવા પહોંચશે અને વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ અમદાવાદ અને વટવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3. ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

5. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો અને અવલોકન કરો જેથી કોઈ અસુવિધા ન થાય.