નિર્ણય@રાજકોટ: કોઇ પણ બિલ્ડિંગમાં મચ્છરોના લારવા મળશે તો એકમને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે.

પાલિકાની 36 ટીમે રાજકોટ શહેરમાં ચકાસણી 
 
નિર્ણય@રાજકોટ: કોઇ પણ બિલ્ડિંગમાં મચ્છરોના લારવા મળશે તો એકમને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સતત રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઇ પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાએ નિર્ણય લીધો છે, કે કોઇ પણ બિલ્ડિંગમાં મચ્છરોના લારવા મળશે તો એકમને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે. ત્યારે પાલિકાની 36 ટીમે રાજકોટ શહેરમાં ચકાસણી હાથ ધરી છે.

પાલિકાએ નાનામૌવા રોડ પરની બાંધકામ સાઈટ, શાળા,અને કોલેજોમાં પણ તપાસ હાથ ધરી છે. સતત વધતા રોગચાળાને ડામવા પાલિકા મેદાને ઉતરી છે. પાલિકાએ નિર્ણય કર્યો છે કે મચ્છરોના લારવા મળશે તો પહેલા નોટિસ આપવામાં આવશે.

જો નોટિસ બાદ પણ સાફ સફાઇ નહીં રખાય અને બેદરકારી જણાશે તો એકમ સીલ કરવાની કામગીરી કરાશે.તેથી અપીલ છે કે કોઇ પણ સ્થળો પર મચ્છરોની ઉત્પત્તિ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે અને સફાઇ રાખવામાં આવે.