નિર્ણય@ગુજરાત: સગર્ભાઓ માટે 15 હજાર રૂપિયા પ્રોત્સાહક રકમ આપવા નિર્ણય કર્યો

 સહાય આપવા યોજના અમલમાં છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકાર દ્વ્રારા  કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. શાયર રાવલ રાજ્ય સરકારે માતા મૃત્યુદર ઘટાડવા તાજેતરમાં હાઈ રિસ્ક પ્રેગનન્ટ શ્રેણીમાં આવતી સગર્ભાઓ માટે 15 હજાર રૂપિયા પ્રોત્સાહક રકમ આપવા નિર્ણય કર્યો હતો અને શનિવાર 16 માર્ચે વધુ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં જે સગર્ભાની કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હશે તેને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિ દીઠ 12 હજાર રૂપિયા ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે. પહેલી એપ્રિલથી તેનો અમલ શરૂ થશે. નમો શ્રી યોજના માટે 750 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારી અથવા ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં સગર્ભા દાખલ થઈ પ્રસૂતિ કરાવે તો જ યોજનાનો લાભ મળી શકશે. આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રીએ વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું તેમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

16 માર્ચ 2024ના રોજ તેનો સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં દર વર્ષે આશરે 13 લાખ મહિલા બાળકોને જન્મ આપે છે તે પૈકી આશરે 7.5 લાખ મહિલાઓ એવી છે જેમની કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી છે. રાજ્યની મહત્તમ બહેનો સુધી આ યોજનાનો લાભ મળે તે પ્રકારે યોજના ઘડવામાં આવી છે. આ રકમ ચાર તબક્કામાં લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થશે. યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક માટે પોષણયુક્ત આહાર જરૂરી છે અને માતા-બાળક મૃત્યુદર પણ ઘટાડવાનો છે તે હેતુથી રાજ્ય સરકારે કસ્તૂરબા પોષણ સહાય યોજના અમલમાં મૂકેલી છે. આ યોજના હેઠળ માતાને 6 હજારની સહાય મળી રહી છે. આ ઉપરાંત ‘પ્રધાનમંત્રી માતૃવંદના’ યોજના અંતર્ગત પ્રથમ સગર્ભા વખતે 5 હજાર અને દ્વિતીય સગર્ભા વખતે પુત્રીનો જન્મ થાય તો 6 હજારની સહાય આપવા યોજના અમલમાં છે.

આ યોજનામાં વિવિધ 11 કેટેગરી ધરાવતી મહિલાઓનો સમાવેશ કરાયો છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ દિવ્યાંગ છે, બીપીએલ રેશનકાર્ડધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિશાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે, મનરેગા જોબકાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી છે, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/AWHs/ASHAs, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણી, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશનકાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર રહેશે. આમ 90 ટકાથી વધુ મહિલાઓને લાભ મળે તે રીતે યોજના ઘડી છે.