નિર્ણય@રાજકોટ: ટ્રાફિક વિભાગમાં મહેકમ મુજબ સ્ટાફ ભરવા કવાયત

48 કર્મચારીની બદલી, 27ને ટ્રાફિક શાખામાં મૂકાયા
 
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેર પોલીસમાં વહીવટી સરળતા અને ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તા.13 નવેમ્બરે 4 અલગ-અલગ હુકમ કરી કુલ 48 ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી કરાઈ છે.

આ પૈકી સૌથી વધુ 27 કર્મચારીઓને DCB, ભક્તિનગર, પ્રદ્યુમનનગર, બી/એ ડિવિઝન, માલવિયાનગર, આજીડેમ, તાલુકા, ગાંધીગ્રામ અને 112 જનરક્ષકમાંથી ટ્રાફિક શાખામાં મૂકાયા છે. જ્યારે 4ને ગાંધીગ્રામ-2 અને 5 UASIની ક્રાઈમ/એકાઉન્ટ રાઈટર હેડ તરીકે બદલી કરાઈ છે.

આ નિર્ણયથી શહેરમાં ટ્રાફિક નિયમન વધુ અસરકારક બનશે તેવી આશા છે.