નિર્ણય@સુરતઃ સુમુલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય, દૂધના ભાવમાં બંપર વધારો

ગાયનું ૯૫૦, ભેંસનું ૯૮૦ : સુમુલે આપ્યો રાજ્યમાં સૌથી ઊંચો ભાવ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવદિવાળીના પાવન પર્વે સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોને એવી ભેટ આપી છે, જે ડેરીના ૭૫ વર્ષના ભવ્ય ઈતિહાસમાં પહેલીવાર જોવા મળી છે.

સુમુલ ડેરીની મળેલી બોર્ડ મિટિંગમાં ચેરમેન, વાઈસ ચેરમેન સહિત તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગાય અને ભેંસ - બંને પ્રકારના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ. ૫૦નો માતબર વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવ તાત્કાલિક અસરથી અમલી બનશે.

*નવા ભાવ આ પ્રમાણે રહેશે :*

દૂધનો પ્રકાર અગાઉનો ભાવ (પ્રતિ કિલોફેટ) નવો ભાવ (પ્રતિ કિલોફેટ) વધારો

**ગાયનું દૂધ** રૂ. ૯૦૦ **રૂ. ૯૫૦** + રૂ. ૫૦

**ભેંસનું દૂધ** રૂ. ૯૩૦ **રૂ. ૯૮૦** + રૂ. ૫૦

આ ભાવવધારા સાથે સુમુલ ડેરીનો ખરીદ ભાવ હવે રાજ્યભરમાં સૌથી ઊંચો બની ગયો છે.

*પશુપાલકોને કરોડોનો ફાયદો*

આ નિર્ણયનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના અંદાજે ૨.૫૦ લાખ પશુપાલક પરિવારોને મળશે. ડેરીના અંદાજ મુજબ, માર્ચ-૨૦૨૭ સુધીમાં આ ભાવવધારાના કારણે પશુપાલકોને રૂ. ૭૦ કરોડથી વધુની વધારાની આવક થશે.

આ વર્ષે ઓછા વરસાદના કારણે ઘાસચારા અને પશુઆહારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુપાલનનો ખર્ચ વધતા પશુપાલકો મુશ્કેલીમાં હતા. આવા સમયે સુમુલના આ નિર્ણયથી તેમને મોટી રાહત મળી છે.

*પશુપાલકોમાં ખુશીનો માહોલ*

ભાવવધારાના સમાચાર મળતા જ પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અનેક પશુપાલકોએ આ વધારાને ‘દિવાળી બોનસ’ સમાન ગણાવી સુમુલ ડેરીના બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.