વિરોધ@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આરોપીને ફાંસી આપવાની માંગ

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા

 
વિરોધ@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આરોપીને ફાંસી આપવાની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યાં હતાં. આ વિરોધ વધુ ઉગ્ર બને એ પહેલાં જ હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લીધી હતી.

મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતની છબિ ખરડાઈ એવી ઘટના દાહોદમાં બની હતી, જ્યાં પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની માસૂમ દીકરી સાથે કારમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીકરીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેનું નાક અને મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાનો આરોપી ભાજપ અને RSSની વિચારધારાનો હોવાના સરકાર આ મામલે મૌન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા બે દિવસથી આરોપીની ફાંસીની સજા થાય

આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદના પૂતળા પાસે એનએસયુઆઇ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો, જ્યાં સત્તા પાર્ટી સામે વિરોધપ્રદર્શન કરવા માટે પોસ્ટર હાથમાં લઈને રેલી યોજી હતી અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તદુપરાંત ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે એવી પણ માગ કરવામાં આવી હતી. આ વિરોધપ્રદર્શન પૂર્વે જ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને તમામને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

થોડા સમય અગાઉ જ કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેના વિરોધમાં રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ દાહોદમાં બનેલી ઘટના બાદ કોઈપણ સરકારી મંત્રી સામે ન આવતાં એનએસયુઆઈ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.