ધાર્મિક@ગુજરાત: રાજ્યની 4 મોટી સિટીમાં ગણેશ વિસર્જન, ઢોલ-નગારાના તાલે ભાવિકો ઝૂમી ઉઠ્યા

રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત
 
ધાર્મિક@ગુજરાત: રાજ્યની 4 મોટી સિટીમાં ગણેશ વિસર્જન, ઢોલ-નગારાના તાલે ભાવિકો ઝૂમી ઉઠ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકો ધામધૂમથી બાપ્પાને ઘરે લાવ્યા હતા. બાપ્પાની પૂજા,અર્ચના સારી રીતે ભક્તોએ કરી હતી. આજે અનંત ચર્તુદર્શી છે ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે.

ત્યારે રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે.