ધર્મ@ગુજરાત: 17/08/2023 આજથી શ્રાવણ માસનો પ્રારંભ,પવિત્ર માસમાં વિવિધ તહેવારોની નોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી પવિત્ર શ્રાવણ મહિનાની સરુવાત થઇ છે.શિવ મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે.શિવ ભક્તો દુર-દુરથી દર્શન કરવા મંદિરોમાં આવે છે.શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ પ્રિય છે. માટે આ માસમાં સોમવારનું ખાસ મહત્વ છે. શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી શિવજી ભક્તો પર અપાર કૃપા વરસાવે છે. પવિત્ર માસમાં ચાર સોમવાર - 21, 28 ઓગસ્ટ અને 4, 11 સપ્ટેમ્બરે મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે.શ્રાવણ મહિનાની શરૂઆત સાથે તહેવારોનો પ્રારંભ થઇ જાય છે. શ્રાવણ મહિનામાં નાગપંચમીથી લઇ રક્ષાબંધન જેવા અનેક મોટા તહેવારો આવે છે.આ દરમિયાન નાગ પંચમી 21 ઓગસ્ટ, રાંધણ છઠ 22 ઓગસ્ટ અને શીતળા સાતમ 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ત્યાં જ 30 ઓગસ્ટ નાળિયેરી પૂર્ણિમા રાત્રે 9.02 વાગ્યા સુધી અને રક્ષાબંધનનો પર્વ ઉજવાશે. નાગપંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ કેટલાક ક્ષેત્રમાં 4,5 અને 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ 6 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે.શ્રાવણ માસ બાદ 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને સંવત્સરી, 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી, 15 ઓક્ટોબરે નવરાત્રિ, 24 ઓક્ટોબરે વિજયાદશમી-દશેરા, 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવશે. અષાઢ શુક્લ એકાદશીને ગુરુવારે 29 જૂને દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થયો હતો. કાર્તિક શુક્લ એકાદશીના રોજ 23 નવેમ્બરે દેવ ઉત્થાની એકાદશી ઉજવવામાં આવશે. તે દિવસે ચાતુર્માસ સમાપ્ત થશે. ત્યારથી લગ્નના શુભ મુહૂર્ત પણ રહેશે