ધર્મ@ગુજરાત: આજે મેષ અને કન્યાને થઈ શકે છે નુકસાન,જાણો કેવો રહેશે તમારો દિવસ

વાહન ચલાવતા સાવધાની રાખવી.
 
ધર્મ@ગુજરાત: આજે મેષ અને કન્યાને થઈ શકે છે નુકસાન, જાણો કેવો રહેશે તમારો દિવસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મેષ :આજે તમને વેપારમાં નુકસાનની સામનો કરવો પડી શકે. નોકરીમાં કાર્યપૂર્ણ ના થતા ઉપરી અધિકારી આપશે ઠપકો. સંતાનની પ્રગતિથી ખુશ થસો. ઘર માટે મોંઘી વસ્તુની ખરીદી કરશો. માતા-પિતાના આશીર્વાદ લઈ યુવાનો મિત્રો સાથે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરશે. વાહન ચલાવતા સાવધાની રાખવી.

વૃષભ :આજે તમારા માન-સન્માનમાં વધારો થશે. સંબંધીઓ અને પરિવાર સાથેના સંબંધો મધુર બનશે . નવા ધંધાની શરૂઆત કરવા માતા - પિતા સાથે ચર્ચા કરશો . જીવનસાથી સાથેના મતભેદ દૂર થશે . ઘરે મહેમાનોનું આગમન થતા બહાર જવાનો પ્રોગ્રામ કેન્સલ કરશો .

મિથુન:આજે તમારા ભાઈ કે બહેના સ્વાસ્થ્યને લઈને ચિતિંત રહેશો. બદલાતા હવામાનના કારણે સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી પડશે. જીવનસાથી સાથે કોઈ મામલે વિવાદના કારણે ઘરમાં માનસિક તણાવનો માહોલ રહેશે. સંતાન તમારાથી થઈ શકે છે નારાજ. વાણી પર નિયંત્રણ રાખવું. શેરબજારમાં રોકાણથી થઈ શકે છે નુકસાન. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

કર્ક : આજે તમે કોઈ બાબતને લઈને ચિંતિત રહેશો. પરિવારમાં મતભેદના કારણે જીવનસાથી સાથે થઈ શકે છે વિવાદ. વડીલોનું અપમાન ના થાય માટે વાણી પર જરૂર સંયમ રાખો. વેપાર શરૂ કરતા પહેલા તમામ બાબતોની ચકાસણી કરવી. વેપારમાં અન્ય પર આંધળો વિશ્વાસ મૂકતા થઈ શકે છે છેતરપિંડી. બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિતિત રહેશો. વાહન ચલાવતા સાવધાની રાખવી.

સિંહ :આજે તમને નવા કાર્યની શરૂઆત કરતા પરિવારનો સહયોગ મળશે. બેદરકારીથી વાહન ચલાવતા થઈ શકે છે. શરીરમાં સામાન્ય દુખાવાને નજર અંદાજ ના કરતા સમયસર ડોક્ટરની મુલાકાત લો. અકસ્માત. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું કરશો આયોજન. પરિવારમાં જૂનો વિવાદ વધુ ના વકરે માટે સભ્યો સાથે શાંતિથી વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવવો.

કન્યા :આજે તમારે સમસ્યાનો કરવો પડી શકે છે સામનો. વાણી પર નિયંત્રણ રાખો. અધિકારીઓ સાથે નાની બાબતે વિવાદ થતા સમસ્યા વધશે. વેપારમાં નવું રોકાણ કરતા પહેલા તમામ બાબતોની તપાસ કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે. સંતાન સાથેના મતભેદ દૂર થતા પરિવારમાંશાંતિનુંવાતાવરણરહેશે.

તુલા :આજે તમારો દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. વિરોધીઓ તમારી ઇર્ષ્યા કરશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. નોકરીમાં પ્રમોશન મેળવવા ઘરથી દૂર જવુ પડે. વિદ્યાર્થીઓની વિદેશમાં કારર્કિદી બનાવવા જરૂરી કામગીરી કરશે.

વૃશ્ચિક :આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. કોઈ વાતને લઈને વધુ ચિંતિત બનશો. જીવનસાથીના સ્વાસ્થ્યની અવગણના ના કરતા સારા ડોક્ટરની સલાહ લો. કાર્યક્ષેત્રમાં સહકર્મી સાથે વિવાદ થવાથી વાતાવરણ તંગ બનશે. અધિકારી થઈ શકે છે તમારાથી નારાજ. પરિવારમાં નાની વાતને મોટું સ્વરૂપ ના મળે તેનું ધ્યાન રાખજો. વાણી પર સંયમ રાખો.

ધનુ :આજે તમારો દિવસ શુભ રહેશે. નોકરીમાં તમારા કામથી સહકર્મી અને તમારા ઉપરી અધિકારી ખુશ થઈ પ્રશંસા કરશે. પરિવારમાં કોઈ સભ્યનું આગમન થતા ખુશીનો માહોલ જોવા મળશે. વાણી પર નિયંત્રણ રાખો. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થતા આનંદ અનુભવશો.

મકર :આજે તમે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવશો. જીવનસાથીના આરોગ્યને લઈને રહેતી ચિંતા દૂર થશે. સંતાનની પ્રગતિ જોઈ આનંદનો અનુભવ કરશો. પરિવારમાંકોઈશુભપ્રસંગનુંઆયોજનથઈશકેછે. વિદ્યાર્થીઓ ખરાબ પરિણામથી નિરાશ થશે. અનુભવીની સલાહ લઈ અભ્યાસમાં આગળ વધવું. વાહન ચલાવતા સાવધાની રાખવી.

કુંભ :આજે તમારો દિવસ મુશ્કેલભર્યો રહેશે. ધંધામાં અથાગ મહેનત છતાં ધાર્યુ પરિણામ ના મળતા નિરાશ થશો. જો કે વધુ પ્રયાસ કરતા ભવિષ્યમાં થઈ શકે છે લાભ. નોકરીમાં કાર્યભાર વધશે. સ્વાસ્થ્ય મામલે શરદી-ઉધરસ જેવી સામાન્ય સમસ્યા કરી શકે છે હેરાન. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવશો. માતા-પિતાના આર્શીવાદથી તમામ સમસ્યામાંથી બહાર આવી શકશો.

મીન :આજે તમારે સાવધ રહેવાની જરૂર છે. તમારી આસપાસના લોકો અને તમારા સરળ સ્વભાવનો ગેરલાભ ઉઠાવશે. સ્વાસ્થ્યમામલે તમારે હજુ સમસ્યાનો કરવો પડી શકે છે સામનો. વેપારમાં ભાગીદાર સાથેના વિવાદના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે. ઘરના વડિલોના આર્શીવાદ લેતા નવા કામમાં જરૂરથી સફળતા મળશે.