ઘટસ્ફોટ@સાબરકાંઠા: લેબર કામ પહેલાં ખરીદ્યા રોપા? મનરેગાની આ એન્ટ્રી જુઓ, સેટિંગ્સ ભાગ-3

 કામગીરીનો આ ત્રીજો ભાગ ખૂબ ચોંકાવનારો 
 
ઘટસ્ફોટ@સાબરકાંઠા: લેબર કામ પહેલાં ખરીદ્યા રોપા? મનરેગાની આ એન્ટ્રી જુઓ, સેટિંગ્સ ભાગ-3

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખા બાગાયતના રોપા ખરીદી મામલે ગમે તેવા દાવા કરે પરંતુ સેટિંગ્સ અને કૌભાંડ થયાના એક પછી એક પુરાવા આવી રહ્યા છે. મનરેગા હોય કે સરકારના અન્ય કોઈ વિભાગનાં કામો હોય પરંતુ બીલ કામ થયા પછી જ રજૂ થાય છે. હવે અહિં આ મનરેગાની ઓનલાઇન ડેટા એન્ટ્રી જોતાં જે તારીખ લખી છે તે ચોંકાવનારી છે. મનરેગા હેઠળ લેબર કામ શરૂ થાય તે પહેલાં એજન્સીનું બીલ રજૂ થયું અને બીલ ઓનલાઇન પણ ચડી ગયું. બાગાયતના રોપા ઉછેરવા ખાડા કર્યા પહેલાં રોપા કેવી રીતે સ્થળે પહોંચી ગયા ? જો આ ડેટા એન્ટ્રી મુજબ કામગીરી થઇ હોય તો ખાડા વગર એટલે કે વાવેતરની પાયાની કામગીરી વગર રોપા લાવી દીધા હોય તો સૂકાઇ જાય. સૂબેદારના વડપણ હેઠળ તાલુકા મનરેગા હેઠળ થયેલી કામગીરીનો આ ત્રીજો ભાગ ખૂબ ચોંકાવનારો વાંચો નીચેના ફકરામાં.

ઘટસ્ફોટ@સાબરકાંઠા: લેબર કામ પહેલાં ખરીદ્યા રોપા? મનરેગાની આ એન્ટ્રી જુઓ, સેટિંગ્સ ભાગ-3

સાબરકાંઠા જિલ્લા પંચાયતના ડીડીઓ એ ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન છે અને નિયામક ડીઆરડીએનો વહીવટ સંભાળે છે. આ ડીઆરડીએની મનરેગા શાખા અને તાબા હેઠળની તાલુકા કક્ષાની શાખામાં વર્ષ 2023-24 દરમ્યાનની બાગાયતી રોપા વાવેતરની કામગીરી અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. મનરેગા રોજગારી માટે છે એટલે પહેલાં મસ્ટરો નિકળે અને લેબર કામ થાય પછી સ્થળ ઉપર મટીરીયલ પહોંચે. હવે આ બાગાયતી રોપા વાવેતર માટે લેબર કામ શરૂ થાય તે પહેલાં જ રોપા ખરીદાઇ ગયા હોવાનું ઓનલાઇન રીપોર્ટમાં સામે આવ્યું છે. સદર વર્ક કોડની વહીવટી અને તાંત્રિક મંજૂરી 6/9/2023 સુધીમાં મળી જાય છે અને ખાડા ખોદવા સહિતની લેબર કામગીરીની તારીખ 25/9/2023 છે. હવે તમે કેટલાક બીલોની તારીખ જુઓ તો 14/9/2023 છે. તો શું કામ શરૂ થયા પહેલાં રોપાની ખરીદી થઈ ગઈ હશે ? જો ખાડા ખોધ્યા પહેલાં રોપાની નર્સરી વાળા અથવા લાભાર્થીઓ રોપા જે તે સ્થળે પહોંચતા કર્યા હોય તો રોપા સુકાઇ જ જાય ને ? વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

ઘટસ્ફોટ@સાબરકાંઠા: લેબર કામ પહેલાં ખરીદ્યા રોપા? મનરેગાની આ એન્ટ્રી જુઓ, સેટિંગ્સ ભાગ-3

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કોઈ અનુમાન નથી કે શક્યતા નથી પરંતુ મનરેગાની સત્તાવાર સાઈટ ઉપર થયેલી ડેટા એન્ટ્રીની વિગતો બોલી રહી છે. આનો સીધા બે અર્થ નિકળે કે, ડેટા એન્ટ્રીમાં ભૂલ કરી હોય/બેદરકારી થઇ હોય અથવા નર્સરીવાળાને ગ્રાન્ટ ચૂકવવાની ઉતાવળ હોઈ શકે. આનાથી બીજી પરિસ્થિતિ પણ સામે આવી કે, ઈરાદાપૂર્વક એક જ એજન્સીના રોપા લેવાની પૂર્વ આયોજિત ગણતરી મુજબ કામ પાર પાડ્યું છે. કેમ મોટાભાગના બીલો અમુક તારીખ વચ્ચે છે અને આટલા બધા કામો જો વ્યક્તિગત હોય તો મટીરીયલ પેમેન્ટ પણ લાભાર્થીને થવું જોઈએ અથવા તો ડીપીસી મારફતે પારદર્શક હરિફાઇ મારફતે ખરીદી થાય. આગામી ન્યૂઝ રિપોર્ટમાં વધુ કેટલાક ખુલાસાઓ જાણીશું.