રાજકારણ@ગુજરાત: વિધાનસભા સત્રના અંતિમ દિવસે 116ની નોટિસ પર ડ્રગ્સ અંગેની ચર્ચા
એક વર્ષમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Updated: Aug 24, 2024, 09:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે 116ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા હતી. તમામ પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ 317 ગુના દાખલ કરી કુલ 431 આરોપીઓને પકડી અંદાજે રૂ.5640 કરોડનો મુદ્દામાલ પકડી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે.
મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ-2024માં ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી રૂ.427 કરોડનું આશરે 61 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસની સતર્કતા અને સઘન પેટ્રોલીંગને કારણે દરિયાઈ વિસ્તારમાં આવેલા નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સફળ રહી છે.