ધાર્મિક@ગુજરાત: લક્ષ્મીનો થશે સ્થાયી વાસ, દિવાળી સુધી રોજ સાંજે કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રસોડામાં ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓનો પૂજા-પાઠ અને કેટલાક વિશેષ ઉપાયમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આવા ઉપાયોને શુભ માનવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે લવિંગ. રસોડામાં ઉપયોગમાં આવતા લવિંગનો ઉપયોગ પૂજામાં પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. પૂજામાં તેનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો અને કેટલીક યુક્તિઓ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ખાસ કરીને જો દિવાળી પહેલા આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ તેને અનુકૂળ ફળ ન આપતી હોય તો તેના માટે લવિંગના કેટલાક ઉપાયો ગ્રંથોમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જેમકે શનિવારે લવિંગનું દાન કરવું અને ત્યારબાદ 40 દિવસ સુધી શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તેવું ઈચ્છો છો તો દરરોજ દિવાળી પહેલા તમારા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરી તેમની આરતી કરતી વખતે કપૂરમાં બે લવિંગ ઉમેરીને આરતી કરો. લવિંગ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.
- જો ઘરમાં કોઈ બીમાર હોય અથવા ઘરમાં ઝઘડો થતો હોય તો તેના નિવારણ માટે સાંજે લવિંગનો આ ઉપાય કરવો. તેના માટે એક તવા પર ઓછામાં ઓછા 7 થી 8 લવિંગ સળગાવો અને તેને ઘરના કોઈ ખૂણામાં રાખો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
જો મહેનત કર્યા પછી પણ તમને જીવનમાં કોઈ પણ કામમાં સફળતા ન મળી રહી હોય અથવા તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તો દિવાળી પહેલા એક પાન લઈ તેમાં લવિંગ, એલચી અને સોપારી મુકી આ પાન ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી કાર્યમાં આવતી બાધા દુર થશે.
નોધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.