દુર્ઘટના@કલોલ: છત્રાલ GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ભભૂકી

 આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 
દુર્ઘટના@કલોલ: છત્રાલ GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ભભૂકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  છત્રાલ GIDC પોલીસ ચોકી પાછળ આવેલા પ્લાસ્ટિકના જૂના ડ્રમના ગોડાઉનમાં ગતરોજ સાંજે કોઇ કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિકના જુના ડ્રામનો જથ્થો પડ્યો હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગના કારણે ગોડાઉન આગળ પાર્ક કરેલી એક ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

તેમજ ન્યુ મારવલ ઇલેક્ટ્રિકનું વર્કશોપ પણ આગના લપેટમાં આવી ગયુ હતું. જેમાં એસી તેમજ બારી-બારણા બળીને ખાખ થઈ ગયા હતા. બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડનો સ્ટાફ વોટર ટેન્કર અને બ્રાઉઝર સહિતના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે કોઇ જાનહાનિ થવા પામી ન હોવાથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

આ અંગે પ્રવીણભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે ગોડાઉન વિસ્તારમાં બુધવારે સાંજે આશરે 4.40 વાગ્યાના સુમારે આગ લાગતાં ગોડાઉન પડેલા પ્લાસ્ટિકના ડ્રમ હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઇ હતી. આગની જ્વાળાઓની લપેટમાં બાજુમાં આવેલી ઓફિસ આવી જતા તેના એસી સહિતનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયુ હતું. તેમજ ડ્રમના ગોડાઉન આગળ પાર્ક કરેલી એક કાર સળગી જતા નુક્શાન થયુ હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.