આરોગ્ય@શરીર: ફળ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો તેની સારી માઠી અસરો વિશે

સ્વસ્થ અને સુંદર દેખાવામાં મદદ કરે 
 
આ ફળ ખાવાથી શિયાળામાં ઘટી શકે છે તમારૂં વજન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફળ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળ ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે, તે આપણને સ્વસ્થ અને સુંદર દેખાવામાં મદદ કરે છે. ફળોમાં ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો મળી આવે છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો વજન ઘટાડવા અથવા તેમના શરીરને ડિટોક્સ કરવા માટે માત્ર ફળો ખાય છે.

વજન ઘટાડવાના વધતા જતા ટ્રેન્ડમાં માત્ર ફ્રુટ ડાયટને પણ ફોલો કરવામાં આવે છે. 3 દિવસ સુધી માત્ર ફળો ખાવાના રુટિનને ફ્રુટેરીયન ડાયટ પણ કહેવાય છે.

પરંતુ શું તમે જાણો છો કે માત્ર 3 દિવસ એટલે કે 72 કલાક સુધી ફળ ખાવાથી આપણા શરીર પર શું અસર થાય છે. જો તમે માત્ર 3 દિવસ સુધી ફળો ખાશો તો તમારા શરીરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને અસરો જોવા મળી શકે છે.

ફળોમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ આપણા ઊર્જા સ્તરમાં વધારો કરે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પરંતુ હા, માત્ર ફળો ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. જો તમે માત્ર ફળો પર નિર્ભર રહો છો, તો જાણો શરીરમાં શું થાય છે?

ડાયાબિટીસનું જોખમ વધે છે
જે લોકોને ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસ હોય તેમણે માત્ર ફળો ખાવાની આદત ટાળવી જોઈએ. કારણ કે મોટાભાગના ફળોમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે. સ્વાદુપિંડ અને કિડની રોગથી પીડિત લોકોમાં આ આદત સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ વધારી શકે છે.

દાંતનો સડો
ફળોમાં રહેલી કુદરતી ખાંડ એસિડિટી સાથે મળીને દાંતમાં સડો જેવી સમસ્યા ઊભી કરી શકે છે.

ઘણા પ્રકારના પોષક તત્વોની ઉણપ
જે લોકો માત્ર ફ્રુટ ડાયટ લે છે. તેમાં વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન ડી, આયોડિન અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ પોષક તત્વોની ઉણપથી એનિમિયા, થાક, રોગપ્રતિકારક શક્તિ સાથે સંબંધિત રોગો, શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સોજાની સમસ્યા
ફળો જે ફ્રુક્ટોઝથી સમૃદ્ધ છે. તેઓ સોજો પેદા કરી શકે છે. તેથી, જેમના પગ અથવા શરીરના અન્ય ભાગોમાં પહેલેથી જ સોજો છે, તેઓએ ફક્ત ફળોના સેવન પર ડિપેન્ડ ન રહેવું જોઈએ.

વજનમાં વધારો
કેટલાક લોકો વજન ઘટાડવા માટે ફળો ખાતા હોય છે અને શરૂઆતમાં તેમનું વજન પણ ઓછું હોય છે. પરંતુ ફળોમાં નેચરલ સુગર હોય છે, જેના કારણે વજન વધી શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ વધુ ફળ ખાય છે.