ચૂંટણી@જામનગર: 100થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયા

 કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા 
 
 ચૂંટણી@જામનગર: 100થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારેય કેટલીક જગ્યાઓ પર વિવાદ પ્રસરી રહ્યો છે. જ્યારે કેટલાક કાર્યકર્તાઓ પાર્ટીઓ બદલી રહ્યા છે.  ભારતીય જનતા પાર્ટીમાં હાલ ખૂબ મોટેપાયે ભરતીમેળો ચાલતો હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.  રાજ્યભરનાં અલગ-અલગ શહેરોમાં રોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકર્તાઓ કેસરિયો કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વધુ મજબૂત બનવા માટે વિપક્ષના હોદ્દેદારો, નેતાઓને પોતાના પક્ષમાં આવકારી રહ્યો છે. ત્યારે આજ રોજ 3 મે 2024ના રોજ સુરતના વોર્ડ નંબર 16ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિતના 100 જેટલા કાર્યકરોએ રાજ્ય શિક્ષણમંત્રી હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
 

રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં વોર્ડ નંબર 16ના વોર્ડ પ્રમુખ જગદીશ આસોદરિયાએ ભાજપની કંઠી ધારણ કરી લીધી હતી. તેમની સાથે અંદાજે 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. છેલ્લા બે મહિનાથી કોંગ્રેસ અને આપના હોદ્દેદારો, નેતાઓને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સુરતમાં ભાજપ સામેની વિપક્ષ પાર્ટીના કોર્પોરેટરો, માજી હોદ્દેદારો ભાજપમાં પ્રવેશીને કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે