ચૂંટણી@દેશ: ભાજપની ચોથી યાદી જાહેર, 15 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી

15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે થોડાજ સમયમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે પાર્ટીઓ  ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. 

ભાજપની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.તેમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપે ત્રીજી યાદી જાહેર કરી હતી:તામિલનાડુથી 9 ઉમેદવારનાં નામ; પૂર્વ ગવર્નર તમિલિસાઈ, કેન્દ્રીય મંત્રી મુરુગન અને પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને ટિકિટ

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તામિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠક છે, જેમાંથી ભાજપે 10 ​​પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી 276 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

ભાજપની બીજી યાદીમાં 72 ઉમેદવાર જાહેર કર્યા હતા:ખટ્ટર કરનાલ, પિયુષ ગોયલ ઉ.મુંબઈ, ગડકરી નાગપુરથી લડશે
લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદીમાં 72 નામ જાહેર કરાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર
ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે.

બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી 1, દિલ્હીથી 2, ગુજરાતના 7, હરિયાણામાંથી 6, હિમાચલ પ્રદેશમાંથી 2, કર્ણાટકના 20, મધ્યપ્રદેશમાંથી 5, મહારાષ્ટ્રમાંથી 20, તેલંગાણામાંથી 6, ત્રિપુરામાંથી 1, ઉત્તરાખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

બીજેપીની પ્રથમ યાદી 2 માર્ચે આવી હતી. 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. અત્યાર સુધીમાં 267 સીટો પર નામોની જાહેરાત કરવામાં આવી છે.

BJPએ લોકસભા ચૂંટણી ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી:195 નામનો નિર્ણય, વારાણસીથી મોદી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે.
જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.