ચૂંટણી@અમદાવાદ: નરોડામાં ભાજપની બાઇક રેલીનો ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ

ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર ભાજપનો વિરોધ
 
ચૂંટણી@અમદાવાદ: નરોડામાં ભાજપની બાઇક રેલીનો ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે ચૂંટણીના થોડાજ દિવસ બાકી રહ્યો છે. ત્યારે કેટલી જગ્યાઓ પર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.  અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ તથા ધારાસભ્ય પાયલ કૂકરાની દ્વારા નરોડા વોર્ડમાં બાઇક રેલી યોજાઇ હતી. આ રેલી નરોડા ભરવાડવાસ પાસે પહોંચતા જ ક્ષત્રિય સમાજના યુવાઓ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે કાર્યકરોની અટકાયત કરી રેલી આગળ વધારી હતી.


રાજ્યભરમાં હજુ ક્ષત્રિય સમાજનો રૂપાલા મામલે રોષ છે. આ રોષ હવે ફક્ત રૂપાલા પૂરતો જ નથી રહ્યો પરંતુ, સમગ્ર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. ઠેર-ઠેર ભાજપના અલગ-અલગ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે અમદાવાદના નરોડામાં પૂર્વ લોકસભાના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પ્રચાર માટે નીકળ્યા હતા. બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હસમુખ પટેલ અને ધારાસભ્ય પાયલ કૂકરાણી ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા હતા.


નરોડા કડવા પાટીદારથી બાઈક રેલી સાંજે 7 વાગે રેલી દેવી સિનેમા પાસે આવેલા ભરવાડવાસ પાસે પહોંચી હતી ત્યારે ક્ષત્રિય સમાજના 30થી 40 યુવાઓ હાથમાં કાળા વાવતા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા હતા. કેટલાક કાર્યકરોએ રોડ પર બેસી રેલી રોકી દીધી હતી ત્યારે નરોડા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાઓની અટકાયત કરી રેલીને જવા રસ્તો કર્યો હતો. રેલી પસાર થયા બાદ 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.