ચૂંટણી@ગુજરાત: અમિત શાહ 1.30 લાખ મતથી આગળ, 17 સીટ પર ભાજપ આગળ

17 સીટ પર ભાજપ આગળ
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે. આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.

વાઘોડિયા સીટની પેટાચૂંટણી પર ભાજપના ધર્મેન્દ્ર સિંહ વાઘેલા 7405 વોટથી આગળ. જૂનાગઢ સીટ પરથી કોંગ્રેસના હીરા જોટવા 3284 મતથી આગળ.  અમિત શાહ 1.30 લાખ મતથી આગળ. ગૃહમંત્રી અમિત શાહ 1.30 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. ભરૂચ સીટ પરથી આપના ચૈતર વસાવા આગળ નીકળ્યા બાદ હવે પાછળ ચાલી રહ્યા છે. વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી 16000,721 મતથી આગળ. 

આપના ચૈતર વસાવા આગળ.  ભરૂચ સીટ પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે. ગૃહ મંત્રી શાહ 35000 મતથી આગળ. ગાંધીનગર સીટ પરથી ગૃહ મંત્રી અમિત શાહ 35000 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરા સીટ પરથી ભાજપના ઉમેદવાર 4683 મતથી આગળ. વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી એક રાઉન્ડના અંતે 4683 મતથી આગળ ચાલી રહ્યા છે. પાટીલ 10 હજાર મતે આગળ. નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.  લોકસભા સીટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ.. 2 સીટ પર કોંગ્રેસ અને 23 પર ભાજપ આગળ.