ચૂંટણી@ગુજરાત: મહાનગર પાલિકા-પંચાયતનું 8 કલાકમાં સરેરાશ 44% મતદાન થયું, જાણો વધુ

મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે.
 
ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. 8 કલાકમાં એટલે કે 3 વાગ્યા સુધીનું સરેરાશ 44 ટકા મતદાન થયું છે. જો કે બપોર બાદ મતદાન મથકો ખાલી જોવા મળતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી હતી. ઉલ્લેખનીય છે કે, 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.

આ ચૂંટણી પ્રક્રિયા 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય વોટર્સ માટે યોજવામાં આવી રહી છે. આમ કુલ 38,86,285 મતદારો છે. આ મતદાન દરમિયાન 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગર પાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થયા છે. કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાશે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે, જેમાં 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે.આમ કૂલ મળીને 212 ઉમેદવાર બિન-હરીફ ચૂંટાઈ આવ્યા છે.