ચૂંટણી@ગુજરાત: પાટણ લોકસભા બેઠક પર 36.58 ટકા મતદાન થયું, જાણો વધુ વિગતે

મતદારોએ મતદાન મથક પર લાઇન લગાવી છે
 
ચૂંટણી@ગુજરાત: પાટણ લોકસભા બેઠક પર 36.58 ટકા મતદાન થયું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. ઘણા લોકો મતદાન કરી રહ્યા છે. મતદાન મથકો પર લાઈન લાગેલી જોવા મળી રહી છે.  પાટણ લોકસભા બેઠક પર સવારે સાતના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી મતદારોએ મતદાન મથક પર લાઇન લગાવી છે.

20.19 લાખ મતદારો 10 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ કરવા તૈયાર થઇ ગયા છે. મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા મતદાન મથકો પર ગોઠવવામાં આવી છે. આ બેઠક પર ભાજપના ભરતસિંહા ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર સહિત 10 ઉમેદવારો મેદાને છે. પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની કુલ સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા મત વિસ્તારના કુલ 2073 મતદાન મથકો ઉપર સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે.

પાટણ લોકસભા બેઠક ઉપર સ્ત્રી મતદારો 9,82,261 અને પુરુષ મતદારો 10.37.623 અને અન્ય મતદારો 32 મળી લોકસભા બેઠક મા કુલ 20,19,916 મતદારો નોંધાયેલા છે. તમામ મતદાન મથકો ઉપર મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકો ઉપર પીવા માટે પાણી છાયડાની અને આરોગ્યની સુવિધા ઉભી કરાઇ છે.