ચૂંટણી@ગુજરાત: પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

 કોની ભેંસની ચોરી કરી?;

 
ચૂંટણી@ગુજરાત: પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. પાર્ટીઓ પ્રચારમાં  છે. તો કેટલીક જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર-ઠેર પ્રચાર કરી રહ્યા છે.

ઉમેદવારોને જિતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યાં છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં આજે પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ તકે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમજ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શેહઝાદા કહ્યા હતા એનો પણ જવાબ આપ્યો હતો અને મોદીને શહેનશાહ કહી દીધા હતા. કોંગ્રેસ ભેંસની પણ ચોરી કરી લેશેના મોદીના નિવદેનનો પણ જવાબ આપીને કહ્યું હતું કે 55 વર્ષ કોંગ્રેસની સરકાર હતી બતાવો, અમે કોની ભેંસ ચોરી કરી?.