ચૂંટણી@ગુજરાત: રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ દ્વારા 70% જેટલું મતદાન

ક્ષત્રિયોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી?

 
ચૂંટણી@ગુજરાત: રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ દ્વારા 70% જેટલું મતદાન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચૂંટણીની જંગ જામી છે. ઘણા લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે.  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મતદાનમાં સૌથી વધુ અસર જામનગર અને રાજકોટમાં જોવા મળી રહી છે.

રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ દ્વારા 70% જેટલું મતદાન પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો. મતદાન પૂર્ણ થતા સુધીમાં 100% મતદાન ક્ષત્રીય સમાજ પૂર્ણ કરી દેશે તેવી સંકલન સમિતિના આગેવાનોની ધારણા છે.