ચૂંટણી@ગુજરાત: રાજકોટ લોકસભા બેઠક પર 1 વાગ્યા સુધીમાં 37.42 ટકા મતદાન થયું

 વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન
 
ચૂંટણી@ગુજરાત: રાજકોટ લોકસભા બેઠક પર 1 વાગ્યા સુધીમાં 37.42 ટકા મતદાન થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં આખા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો પોતાનો કિમતી મત આપી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે લોકશાહીના મહાપર્વ મનાવાઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે મત આપવા લાઇનો લગાવી રહ્યા છે.

રાજકોટની અનેક જગ્યાએ બેન્ડ-વાજા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજી નદીના કાંઠે વસેલું અને સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર ગણાતું રંગીલું રાજકોટ અત્યારે ખૂબ ચર્ચામાં છે.

ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, રૂપાલાએ માફી માગી લીધી હોવા છતાં ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. રાજકોટથી શરૂ થયેલી વિરોધની આગ આખા ગુજરાતમાં પ્રસરી છે.