ચૂંટણી@ગુજરાત: આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા યોજાઈ
મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Updated: May 7, 2024, 14:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. તમામ લોકો મતદાન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.
આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.