ચૂંટણી@ગુજરાત: સી.આર.પાટીલ 4 લાખની લીડ સાથે જીત તરફ આગળ વધ્યા

રિઝલ્ટ પણ ચર્ચામાં રહેશે.
 
ચૂંટણી@નવસારી: સી.આર.પાટીલ 4 લાખની લીડ સાથે જીત તરફ આગળ વધ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શરૂઆતી વલણમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થતા વલસાડ, ભરૂચ, નવસારી અને બારડોલી બેઠક પરના ઉમેદવારોના ભાવિ આજે નક્કી થવાનું છે. છેલ્લી બે ટર્મથી આ તમામ બેઠકો ભાજપના ફાળે જતી હોય પુનરાવર્તન અને પરિવર્તનના ખેલાયેલા જંગના પરિણામ પર સૌ કોઈની નજર છે. નવસારી બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની જીત અને લીડ પર સૌ કોઈની નજર રહેશે. ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલી ભરૂચ બેઠકનું રિઝલ્ટ પણ ચર્ચામાં રહેશે. નવસારી બેઠક પર સી.આર.પાટીલ 4,20,642 મતથી આગળ વધ્યા