ચૂંટણી@રાજકોટ: ભાજપ 3 લાખથી વધુ મતની લીડથી આગળ, રૂપાલાનો દબદબો

રૂપાલાનો દબદબો

 
ચૂંટણી@રાજકોટ: ભાજપ 3 લાખથી વધુ મતની લીડથી આગળ, રૂપાલાનો દબદબો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રંગીલું રાજકોટ અત્યારે ખૂબ ચર્ચામાં છે. મતદાન પહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. રૂપાલાએ માફી માગી લીધી હોવા છતાં ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો હતો.

રાજકોટથી શરૂ થયેલી વિરોધની આગ આખા ગુજરાતમાં પ્રસરી હતી. રાષ્ટ્રીય કક્ષાએ પણ આ વિવાદના પડઘા પડ્યા હતો. દરમિયાન મતદાનમાં તેની અસર થઈ હોવાનો ક્ષત્રિય સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રૂપાલા હારે છે.

રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા જ મતદાન નોંધાયું છે. ત્યારે આજે જોવું રહ્યું કે પરિણામ શું આવે છે. પુરૂષોત્તમ રૂપાલાને 6,13,104 મત મળ્યા પરેશ ધાનાણીને 2,52,358 મત મળ્યા.