ચૂંટણી@રાજકોટ: લોકસભા બેઠક પર મતગણતરી શરૂ થઇ, વધુ જાણો

મતગણતરી શરુ થઇ ગઈ છે.
 
ચૂંટણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે  ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરી શરુ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી.

આ વખતે એટલે કે લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. આજે આ મતદાનની ટકાવારી આઠેય બેઠક પર ભાજપ હેટ્રિક ફટકારે છે કે કેટલી બેઠક ગુમાવશે તે તો પરિણામ જાહેર થયે જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે.