ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના 19.66 લાખ મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે

 ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકારણમાં ગરમાવો
 
ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ગણાતા ભારતમાં શનિવારે લોકસભા ચૂંટણી 2024નું એલાન થતાં સાબરકાંઠા લોકસભા બેઠકના 19.66 લાખ મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે જે વર્ષ 2019 કરતાં 9.42 ટકાનો મતદારોનો વધારો દર્શાવે છે ચૂંટણીપંચે જાહેર કરેલ સુધારેલી મતદાર યાદીમાં 1.69 લાખ નવા મતદારોમાં મહિલાઓની સંખ્યા પુરુષોની વધેલ સંખ્યાની ટકાવારીની સાપેક્ષમાં 2.50 ટકાનો વધારો સૂચવે છે બંને જિલ્લામાં 26 હજારથી વધુ નવા મતદારોનો પણ વધારો થયો છે. ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.

સાબરકાંઠા લોકસભા બેઠકમાં અરવલ્લી જિલ્લા સહિત સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં 6 બેઠકો ભાજપ પાસે છે સાબરકાંઠા જિલ્લાના 11,27,291 મતદારો અને અરવલ્લી જિલ્લાના 8,39,325 મતદારો માટે સાબરકાંઠા જિલ્લામાં 1279 મતદાન મથક અને અરવલ્લી જિલ્લામાં 1047 મતદાન મથક મળી કુલ 2326 મતદાન મથકનું આયોજન કરાયું છે. ચૂંટણીની જાહેરાતની સાથે આજથી જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. પોલીંગ બુથ પર વીવીપેટનો ઉપયોગ થશે અને સંવેદનશીલ મતદાન મથક પર સીઆરપીએફ તૈનાત કરાશે.

ગત 2019 ની ચૂંટણીની સાપેક્ષમાં 1,69,337 મતદારોનો વધારો થયો છે જેમાં પુરુષ મતદારોનો 8.76 ટકાની સરેરાશથી અને મહિલા મતદારોનો 10.22 ટકાની સરેરાશથી વધારો થયો છે. સાબરકાંઠા લોકસભા બેઠકમાં 10,01,631 પુરુષ મતદારો અને 9,64,917 સ્ત્રી મતદારો મળી કુલ 19,66,548 મતદારો 7 મે મતદાન કરનાર છે ગત ચૂંટણીમાં અન્ય જાતિના 53 મતદારો હતા તેમાં પણ વધારો થઈને આ વખતની ચૂંટણીમાં આંકડો 68 થયો છે લોકસભા બેઠકની તા. 4-06-24ના રોજ મત ગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

સાબરકાંઠા બેઠક પર 19.66 લાખ મતદારો : 2019 કરતાં 9.42 ટકા વધારે | વર્ષ-2019માં ભાજપે ઉત્તર ગુજરાતની ચારેય બેઠકો જીતી હતી

મહેસાણા |કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણીની વિધિવત જાહેરાત કરતાં ની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉત્તર ગુજરાતની ચારેય લોકસભા બેઠક માટે તા. 7 મેના રોજ ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે. છેલ્લે 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ ચારેય ઉત્તર ગુજરાતની ચારેય મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠક જીતી હતી. આ વર્ષે સાબરકાંઠામાં 19.66 લાખ મતદારો મતદાન કરશે જે 2019 કરતાં 9.42 ટકા વધારે છે.

સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકારણમાં ગરમાવો

આચારસંહિતાની અમલવારી શરૂ|સરકારી યોજનાઓના પોસ્ટરો હટાવવાનું શરૂ

અરવલ્લીમાં 21 સખી મતદાન મથકો માં મહિલા કર્મચારી ફરજ બજાવશે

અરવલ્લીમાં 21 સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે.1 યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે. દરેક વિધાનસભા દીઠ 1 દિવ્યાંગ સ્ટાફ સંચાલિત અને 1 મોડેલ મતદાન મથક કાર્યરત કરાશે.

ચૂંટણી જાહેર કરવામાં તબક્કાવાર વિલંબ.....

ચૂંટણી જાહેર કરવાની પાછળનો ઇતિહાસ જોઈએ તો 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં બીજી માર્ચ, 2014માં 5મી માર્ચ 2019માં 10 મી માર્ચ અને હવે 2024માં 16 માર્ચે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. મતલબ છેલ્લા 20 વર્ષમાં ચૂંટણીની જાહેરાત થવામાં બે-ચાર દિવસ વધતા ગયા છે.

વર્ષ ભાજપ(%) કોંગ્રેસ(%)

2019 57.62 35.54

2014 50.48 42.76

2009 47.02 44.63

2004 42.25 48.35

1999 48.83 50.60

1998 39.89 41.30

1996 42.66 52.12

વિધાનસભા દીઠ

મતદાન મથક...

હિંમતનગર -326

ઈડર -333

ખેડબ્રહ્મા -323

પ્રાંતિજ -297

ભિલોડા -400

મોડાસા -331

બાયડ -316

કુલ -2326

સાબરકાંઠા લોકસભા બેઠકમાં 379 શતાયુ મતદાર : સૌથી વધુ ભિલોડામાં 111 મતદારો

સાબરકાંઠા લોકસભા બેઠકમાંં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારમાં 100 વર્ષથી વધુ આયુ ધરાવતા મતદારોની સંખ્યા 369 છે જેમાં સૌથી વધુ 111 શતાયુ મતદાર ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયા છે ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં 23 ઇડરમાં 42 ખેડબ્રહ્મામાં 59 પ્રાંતિજમાં 25 ભિલોડામાં 111 મોડાસામાં 52 અને બાયડમાં 57 શતાયુ મતદાર નોંધાયા છે.

સાબરકાંઠા અને અરવલ્લીના મતદારોની સંખ્યા

વિધાનસભા પુરુષ સ્ત્રી અન્ય કુલ

હિંમતનગર 1,44,430 1,39,121 31 2,83,582

ઈડર 147,769 1,43,359 05 2,91,133

ખેડબ્રહ્મા 1,47,434 1,42,712 04 2,90,150

પ્રાંતિજ 1,34,857 1,27,563 06 2,62,426

ભિલોડા 1,61,765 1957,120 11 3,18,896

મોડાસા 1,39,146 1,34,749 09 2,73,904

બાયડ 1,26,230 1,20,293 02 2,46,525

કુલ 10,01,631 9,64,917 68 19,66,548

_photocaption_મોડાસા શહેરી વિસ્તારમાં દિવાલો ઉપર જાહેર ખબરો ને કલર પ્રિન્ટ દ્વારા દૂર કરવામાં આવી હતી*photocaption*

_photocaption_મોડાસા પાલિકા વિસ્તારમાં લગાવેલ સરકારી યોજનાઓના પોસ્ટરો દૂર કરવાનું શરૂ કરાયું હતું}નવનીત મહેરા*photocaption*

છેલ્લા 28 વર્ષમાં કોંગ્રેસનો જનાધાર ઘટતો ગયોછેલ્લા 28 વર્ષમાં સાત ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસે જનાધાર ગુમાવવા છતાં જિલ્લાના મતદારો કે કાર્યકરોની લાગણીને પ્રાધાન્ય આપ્યું નથી જે આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 2009માં છેલ્લે જીતનો સ્વાદ ચાખ્યા બાદ આજ દિન સુધીમાં ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં પણ રહ્યું નથી. બીજી બાજુ ભાજપ સતત હાર અને છેલ્લી બે વખતની સતત જીત છતાં તબક્કાવાર વોટ શેરમાં વધારો કરતું રહ્યું છે. છેલ્લે 2019માં કોંગ્રેસનો વોટ શેર ઘટીને 35.54 ટકા સુધી આવી ગયો છે 28 વર્ષમાં મતદારોની સંખ્યા પણ બેવડાઈ ગઈ છે તેનાથી વિરુદ્ધ કોંગ્રેસના સરાસરી વોટ શેરમાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે. અગાઉ 1998 અને 1999માં ભાજપના અરવલ્લીના ઉમેદવારની કારમી હાર થઈ હતી આ વખતની ચૂંટણીમાં ભાજપે અરવલ્લીનો ઉમેદવાર ઉતારવાનો 26 વર્ષ બાદ ફરીથી પ્રયોગ કર્યો છે.