ચૂંટણી@અમદાવાદ: 100 જેટલા ડ્રોનથી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા

મ્યુઝિકલ નાઈટ અને કાવ્યપઠનનું આયોજન
 
ચૂંટણી@અમદાવાદ: 100 જેટલા ડ્રોનથી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારેય કેટલીય જગ્યાઓ પર પ્રચાર થઇ રહ્યો છે.  લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ડ્રોન શોમાં 100 જેટલા ડ્રોનથી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા. આ સાથે મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.

આ સાથે વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતાં કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓ દ્વારા લોકો વધુમાં વધું મતદાન કરે તે માટે સંદેશ આપવામાં આવ્યો હતો.