ચૂંટણી@ગુજરાત: 3 સીટ પર ભારે રસાકસી, કઇ-કઇ બેઠકો પર કાંટાની ટક્કર ?

કઇ-કઇ બેઠકો પર કાંટાની ટક્કર ?
 
ચૂંટણી@ગુજરાત: રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ દ્વારા 70% જેટલું મતદાન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.

આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.